અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સરકારે એક અમેરિકન કોર્ટમાં ચાલી રહેલા ટેરિફ સંબંધિત કેસમાં આશ્ચર્યજનક દાવો કર્યો છે. ટ્રંપ પ્રશાસને કોર્ટમાં જણાવ્યું કે જો સરકારને ટેરિફ લગાવવાની સત્તા પર પ્રતિબંધ મૂકવામાં આવશે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સીઝફાયર (યુદ્ધવિરામ) ખતરામાં મુકાઈ શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રંપ સરકાર વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ પર ટેરિફ લગાવવાના તેના નિર્ણયનો બચાવ કરી રહી છે.

