Russia-Ukraine war: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શુક્રવારે અલાસ્કામાં રૂબરૂ મુલાકાત થવાની છે, જે રશિયા-યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની શક્યતાઓને લઈને મહત્વની માનવામાં આવે છે. આ મુલાકાત પહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક મોટું નિવેદન આપીને સ્પષ્ટ કર્યું છે કે રશિયા શું ઇચ્છે છે. ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, પુતિન ઇચ્છે છે કે યુદ્ધવિરામ કરાર હેઠળ યુક્રેન ડોનેત્સ્કના બાકી 30% વિસ્તારમાંથી પણ પીછેહઠ કરે, જે હાલ યુક્રેનના નિયંત્રણમાં છે.

