Cabinet meet: સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રીમંડળ આજે સૂક્ષ્મ, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSMEs) માટે નાણાકીય સહાય પેકેજને મંજૂરી આપી શકે છે જેથી તેઓ હાઈ અમેરિકી ટેરિફના પ્રભાવનો સામનો કરી શકે. મંત્રીમંડળ આજે ક્રેડિટ સુવિધાના પગલાંને પણ મંજૂરી આપી શકે છે. આ દ્વારા, MSMEs લોન માટે સરકાર દ્વારા વધેલી ક્રેડિટ-ગેરંટી પૂરી પાડવામાં આવશે. સરકાર શ્રમ-પ્રધાન સેક્ટરોની સુરક્ષા રાખવા માટે વધારાના પગલાં લેવા માંગે છે.