અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મળેલી હાર બાદ હવે ટ્રમ્પ પ્રશાસને ભારત પર આર્થિક શિકંજો કસવાનું શરૂ કર્યું છે. ઈરાનના પ્રતિબંધિત તેલ કારોબારને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોથી બચાવવામાં મદદ કરવાના ગંભીર આરોપ હેઠળ અમેરિકાએ ભારતીય કારોબારી સુનીલ કુમાર શર્મા, તેમની પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદ અને ભારત સ્થિત 9 કંપનીઓ પર કડક પ્રતિબંધો લાદ્યા છે.

