ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 17 થી 19 જૂન દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત, 30 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.