India US trade war: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસ પર 50% ટેરિફ લગાવ્યા પછી ભારતે શાંત રહીને વિચારશીલ અભિગમ અપનાવ્યો. આ વિશે રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોરોક્કોની યાત્રા દરમિયાન ખુલ્લેઆમ વાત કરી. તેઓએ કહ્યું કે, "અમે પ્રતિક્રિયા નથી આપતા... જેમની વિચારસરણી વિશાળ હોય અને હૃદય મોટું હોય, તેઓ કોઈપણ વસ્તુ પર તરત જ જવાબ નથી આપતા."