Monetary Policy: ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC) 29 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની બેઠક યોજશે, જેના નિર્ણયની જાહેરાત 1 ઓક્ટોબરે થશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાની શક્યતા છે, એમ SBIના તાજેતરના રિસર્ચમાં જણાવાયું છે. આ ઘટાડાથી લોનના વ્યાજ દર ઘટી શકે છે, જે ગ્રાહકો માટે રાહતના સમાચાર લાવી શકે છે.