July WPI Data : વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તાજેતરમાં જુલાઈ 2026 ના જથ્થાબંધ મોંઘવારી દર (WPI) ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. દેશના નાગરિકો માટે થોડી રાહતના સમાચાર એ છે કે જથ્થાબંધ મોંઘવારી દરમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જોકે, ચિંતાનો વિષય એ છે કે આ મામૂલી ઘટાડા છતાં, સતત ત્રીજા મહિને આ આંકડો 9% ની ઉપર જળવાઈ રહ્યો છે.

