સિલિકોન વેલી બેંક કેસમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે SVBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ગ્રેગ બેકરે બેંકની મોટી ખોટની જાહેરાત પહેલા જ $3.6 મિલિયનના શેર વેચ્યા હતા. આ શેર SVBની પેરેન્ટ કંપની SVB ફાયનાન્સિયલ ગ્રુપના હતા. બેંકની ખોટ જાહેર થયાના બે અઠવાડિયા પહેલા આનું વેચાણ કરવામાં આવ્યું હતું. તે ટ્રેડિંગ પ્લાન હેઠળ વેચવામાં આવ્યું હતું. ખોટની જાહેરાત થયા બાદ કંપનીના શેરમાં ભારે ઘટાડો થયો હતો. બેકરે 27 ફેબ્રુઆરીના રોજ 12,451 શેર વેચ્યા હોવાનું કહેવાય છે, જે એક વર્ષમાં તેનું પ્રથમ વેચાણ છે. આ માહિતી રેગ્યુલેટરી ફાઇલિંગમાંથી પ્રાપ્ત થઈ છે. તેણે ટ્રેડિંગ પ્લાન ફાઈલ કર્યો હતો, જે અંતર્ગત તેને 26 જાન્યુઆરીએ શેર વેચવાની મંજૂરી આપવામાં આવી હતી.