Gautam Adani Alleged Bribery and Fraud: અદાણી ગ્રૂપના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મોટી મુશ્કેલીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. અદાણી અને અન્ય સાત લોકો પર USમાં અબજો ડોલરની લાંચ અને છેતરપિંડીનો આરોપ છે. આ કેસની સુનાવણી અમેરિકન કોર્ટમાં થઈ હતી. અદાણી અને તેમના ભત્રીજા સામે ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. આ કેસમાં નામ આવ્યા બાદ અદાણી ગ્રૂપે અમેરિકામાં $600 મિલિયનના બોન્ડ રદ કર્યા હતા. એક અહેવાલ પ્રમાણે ફરિયાદીએ આરોપોની જાહેરાત કરી હતી. એવો આરોપ છે કે અદાણી ગ્રુપે સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપી હતી. અદાણીએ બુધવારે ગ્રીન એનર્જીમાં રોકાણની જાહેરાત કરી હતી. કંપનીના ચેરમેને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન આપ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.