વંદે ભારત 4.0માં વધુ સારા ટોયલેટ્સ, આરામદાયક સીટિંગ અને એ઼ડવાન્સ્ડ કોચ ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવશે. રેલ મંત્રાલયનું લક્ષ્ય છે કે આ ટ્રેનને આગામી 18 મહિનામાં ટ્રેક પર ઉતારી દેવું. તેની તુલનામાં, વર્તમાન વંદે ભારત 3.0 પહેલેથી જ જાપાન અને યુરોપની ટ્રેનો કરતાં ઝડપી છે – તે 0થી 100 કિમી/કલાકની ઝડપ માત્ર 52 સેકન્ડમાં પકડી લે છે. મંત્રીએ કહ્યું કે હવે આને આગળના સ્તરે લઇ જવાનો સમય આવ્યો છે. આ ઉપરાંત, સરકાર 350 કિમી/કલાકની ઝડપવાળા હાઇ-સ્પીડ પેસેન્જર ટ્રેન કોરિડોર વિકસાવી રહી છે. 2047 સુધીમાં આવા રુટ્સની લંબાઈ લગભગ 7000 કિલોમીટર સુધી પહોંચી જશે, જે વિકસિત ભારતના વિઝનનો મહત્વપૂર્ણ ભાગ છે. આ કોરિડોર્સ બુલેટ ટ્રેન જેવી હાઇ-ટેક લાઇનો તરીકે તૈયાર થશે, જેથી મુસાફરોને ઝડપી અને સુરક્ષિત વ્યવહાર મળે.