Diwali 2025: ભારતમાં દિવાળીનો તહેવાર રોશની, ખુશી અને નવી શરૂઆતનું પ્રતીક છે. આ વર્ષે 2025માં દિવાળીનો તહેવાર નવેમ્બરમાં આવશે, જેની સાથે તહેવારોનો માહોલ ચરમસીમાએ હશે. આ સમયે લોકો નવા ઉત્સાહ સાથે ઘરની સફાઈ, ખરીદી અને નાણાકીય આયોજનમાં વ્યસ્ત થઈ જાય છે. ખાસ કરીને, દિવાળી દરમિયાન શેરબજારમાં થતી ‘મુહૂર્ત ટ્રેડિંગ’ની પરંપરા ખૂબ લોકપ્રિય છે. આ એક કલાકનું ટ્રેડિંગ સેશન રોકાણકારો માટે સમૃદ્ધિ અને નફાનું પ્રતીક માનવામાં આવે છે.