Adani Power share price: 22 સપ્ટેમ્બરના રોજ, શેરના ભાવ 1:5 ના ગુણોતરમાં સમાયોજિત થયા પછી, અદાણી પાવરના શેર એક જ સત્રમાં લગભગ 80% ઘટ્યા. જોકે, વાસ્તવમાં, બોનસની જાહેરાત થયા પછી શેરનો ભાવ લગભગ 20% વધીને નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા. ઓગસ્ટમાં મળેલી બેઠકમાં, અદાણી પાવરના બોર્ડે 1:5 ના ગુણોત્તરમાં તેના પ્રથમ સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી. બોનસ ઇક્વિટી શેર મેળવવા માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટેની રેકોર્ડ તારીખ 22 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી.