Adani Power Shares: આજે, 19 સપ્ટેમ્બરના રોજ, અદાણી પાવરના શેરમાં 7% થી વધુનો શાનદાર વધારો જોવા મળ્યો. આ વધારો વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીના અહેવાલ બાદ થયો છે. મોર્ગન સ્ટેનલીએ અદાણી પાવરના શેર પર કવરેજ શરૂ કર્યું, તેને "ઓવરવેઇટ" રેટિંગ આપ્યું અને ₹818 નો લક્ષ્ય ભાવ નક્કી કર્યો. આ સૂચવે છે કે ગુરુવારના બંધ ભાવથી અદાણી પાવરના શેરમાં આશરે 29% નો વધારો થવાની સંભાવના છે.