India-Canada Relations: ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. 2023માં ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ઉભા થયેલા વિવાદ બાદ બંને દેશોના સંબંધોમાં તનાવ આવ્યો હતો. જોકે, હવે બંને દેશો સંબંધોને ફરીથી મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યા છે. આગામી મહિને કેનેડાના વિદેશ મંત્રી અનીતા આનંદની નવી દિલ્હીની મુલાકાત આ દિશામાં મહત્વનું પગલું ગણાય છે.