Get App

Closing Bell: ત્રણ દિવસની તેજી બાદ શેરબજારમાં મોટો કડાકો- IT શેરોમાં ધોવાણથી સેન્સેક્સ 756 પોઈન્ટ તૂટ્યો

શેરબજારમાં ત્રણ દિવસની તેજી પર બ્રેક લાગી છે. IT સેક્ટરમાં ભારે વેચવાલીને કારણે સેન્સેક્સ 756 પોઈન્ટ અને નિફ્ટી 24,400ની નીચે સરક્યો છે. વાંચો માર્કેટના લેટેસ્ટ અપડેટ્સ.

MoneyControl Newsઅપડેટેડ Apr 22, 2026 પર 4:09 PM
Closing Bell: ત્રણ દિવસની તેજી બાદ શેરબજારમાં મોટો કડાકો- IT શેરોમાં ધોવાણથી સેન્સેક્સ 756 પોઈન્ટ તૂટ્યોClosing Bell: ત્રણ દિવસની તેજી બાદ શેરબજારમાં મોટો કડાકો- IT શેરોમાં ધોવાણથી સેન્સેક્સ 756 પોઈન્ટ તૂટ્યો
એકતરફ IT અને બેંકિંગમાં ઘટાડો હતો, ત્યાં બીજી તરફ ઓઇલ એન્ડ ગેસ, FMCG, મીડિયા, મેટલ અને રિયલ્ટી જેવા સેક્ટરમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી હતી.

Closing Bell: ભારતીય શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી આવતી તેજીનો અંત આવ્યો છે. 22 એપ્રિલના રોજ કારોબારના અંતે બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. ખાસ કરીને IT સેક્ટરમાં આવેલી ભારે વેચવાલીએ બજારનો મિજાજ બગાડ્યો હતો, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વના સ્તરોથી નીચે ઉતરી ગયા છે.

બજારની આજની સ્થિતિ

બુધવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં સવારથી જ સુસ્તી જોવા મળી હતી. દિવસના અંતે સંસેક્સ 756.84 પોઈન્ટ (0.95%) ના ઘટાડા સાથે 78,516.49 ના સ્તર પર બંધ રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 198.50 પોઈન્ટ (0.81%) ગગડીને 24,378.10 ના સ્તર પર સ્થિર થયો હતો. નિફ્ટીએ 24,400ની મહત્વની સપાટી ગુમાવી છે, જે રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.

IT શેરોમાં ભારે વેચવાલીનું દબાણ

આજના ઘટાડામાં સૌથી મોટો ફાળો IT ઇન્ડેક્સનો રહ્યો છે, જેમાં લગભગ 4% જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. દિગ્ગજ કંપનીઓના નબળા પ્રદર્શનને કારણે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં પણ 0.8% નો ઘટાડો નોંધાયો હતો.

આજના ટોપ લુઝર્સ

HCL Technologies

બધા સમાચાર

+ વધુુ વાંચો