Asian Market Today: US અને ઈરાન વચ્ચે અચાનક વધેલા યુદ્ધના તણાવે વૈશ્વિક બજારોને હચમચાવી દીધા છે. મિડલ ઈસ્ટના આ નવા ટેન્શનને કારણે ક્રૂડ ઓઈલના ભાવ રાતોરાત વધી ગયા છે. ઓઈલ મોંઘુ થતાં ફરી એકવાર મોંઘવારી વધવાનો ડર સતાવી રહ્યો છે. આ નકારાત્મક સેન્ટિમેન્ટની સીધી અસર મંગળવારે એશિયન અને અમેરિકન શેરબજારો પર જોવા મળી છે.

