Get App

Asian Market Today: સેમિકન્ડક્ટર શેરોમાં તેજીથી કોસ્પી 5%થી વધુ ઉછળ્યો, જાણો ગ્લોબલ બજારની લેટેસ્ટ સ્થિતિ

સેમિકન્ડક્ટર શેરોમાં આવેલી જબરદસ્ત તેજીને કારણે એશિયન બજારોમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 5% થી વધુ વધ્યો છે. જાણો ગ્લોબલ માર્કેટ, ક્રૂડ ઓઈલ અને અમેરિકા-ઈરાન તણાવની લેટેસ્ટ અપડેટ.

MoneyControl Newsઅપડેટેડ Jul 22, 2026 પર 8:59 AM
Asian Market Today: સેમિકન્ડક્ટર શેરોમાં તેજીથી કોસ્પી 5%થી વધુ ઉછળ્યો, જાણો ગ્લોબલ બજારની લેટેસ્ટ સ્થિતિAsian Market Today: સેમિકન્ડક્ટર શેરોમાં તેજીથી કોસ્પી 5%થી વધુ ઉછળ્યો, જાણો ગ્લોબલ બજારની લેટેસ્ટ સ્થિતિ
યેનની નબળાઈને કારણે જાપાનની વેપાર ખાધ જૂન મહિનામાં વધીને 406.9 બિલિયન યેન ($2.49 બિલિયન) પર પહોંચી ગઈ છે, જેનું અનુમાન માત્ર 120 બિલિયન યેન હતું.

Asian Market Today : આજે ગ્લોબલ માર્કેટમાં શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર શેરોમાં સતત થઈ રહેલી ખરીદીને કારણે બુધવારે એશિયન બજારો સળંગ બીજા સેશનમાં ગ્રીન ઝોનમાં આગળ વધ્યા છે. બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ભડકો જોવા મળ્યો છે.

એશિયન બજારોની લેટેસ્ટ સ્થિતિ

એશિયાના અલગ-અલગ શેરબજારો પર નજર કરીએ તો મિશ્રથી લઈને ભારે તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે,,,કોસ્પીમાં સેમિકન્ડક્ટર શેરોના સપોર્ટથી દક્ષિણ કોરિયાના આ ઇન્ડેક્સમાં સૌથી મોટો 5.24% નો ઉછાળો નોંધાયો છે.

નિક્કેઇ 225, જાપાનનો આ ઇન્ડેક્સ 1.81% વધીને ટ્રેડ કરી રહ્યો છે. તાઇવાન માર્કેટ 1.85% ના વધારા સાથે 45,050.66 ના સ્તર પર પહોંચી ગયું છે. શાંઘાઇ કમ્પોઝિટ ચીનનું આ બજાર 0.41% ની સામાન્ય તેજી સાથે 3,880.99 ના લેવલ પર જોવા મળ્યું છે. બીજી તરફ હોંગકોંગનો હેંગસેંગ 0.86% ઘટીને 24,901.00 પર અને સ્ટ્રેટ ટાઇમ્સ 0.45% ની નબળાઈ સાથે કારોબાર કરી રહ્યો છે.

અમેરિકન બજારમાં રેકોર્ડ તેજી

મંગળવારે અમેરિકન શેરબજાર જોરદાર વધારા સાથે બંધ થયું હતું. ટેક અને સેમિકન્ડક્ટર શેરોની તેજીને કારણે નાસ્ડેક ઇન્ડેક્સમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો.ડાઉ જોન્સ 385.38 પોઇન્ટ (0.74%) વધીને 52,224.64 ની સપાટીએ પહોંચ્યો હતો. S&P 500 ઇન્ડેક્સ 65.92 પોઇન્ટ (0.89%) ના ઉછાળા સાથે 7,509.20 પર બંધ થયો હતો. નાસ્ડેક 329.13 પોઇન્ટ (1.29%) ઉછળીને 25,837.21 ના મજબૂત સ્તર પર બંધ રહ્યો હતો.

ટેક શેરોમાં જબરદસ્ત ખરીદી

બધા સમાચાર

+ વધુુ વાંચો