Get App

Asian Markets Today: એશિયન બજારોમાં શાનદાર તેજી, જાપાનનો નિક્કેઈ રેકોર્ડ ટોચે, ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ છતાં બુધવારે એશિયન બજારોમાં તેજી. જાપાનનો નિક્કેઈ 225 વિક્રમી સપાટીએ પહોંચ્યો. જાણો ગિફ્ટ નિફ્ટી, ક્રૂડ ઓઈલ અને વોલ સ્ટ્રીટની લેટેસ્ટ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Jun 03, 2026 પર 9:11 AM
Asian Markets Today: એશિયન બજારોમાં શાનદાર તેજી, જાપાનનો નિક્કેઈ રેકોર્ડ ટોચે, ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકોAsian Markets Today: એશિયન બજારોમાં શાનદાર તેજી, જાપાનનો નિક્કેઈ રેકોર્ડ ટોચે, ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો
ભારતીય શેરબજાર માટે શરૂઆતી સંકેતો નબળા રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 23,469 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે અગાઉના ક્લોઝિંગ કરતા લગભગ 134 પોઈન્ટ નીચે હતો.

Asian Markets Today: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને ગ્લોબલ એનર્જી સપ્લાયની ચિંતાઓ વચ્ચે બુધવારે એશિયન બજારોમાં શાનદાર તેજી જોવા મળી છે. ખાસ કરીને જાપાનના શેરબજારમાં રોકાણકારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે જાપાનનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 'નિક્કેઈ 225'  ઐતિહાસિક ટોચ પર પહોંચી ગયો હતો. મિડલ ઈસ્ટના તણાવને કારણે રોકાણકારોની નજર તેલના સપ્લાય અને ગ્લોબલ ટ્રેડ રૂટ પર ટકેલી છે.

એશિયન બજારોની ચાલ અને ગિફ્ટ નિફ્ટી

બુધવારે એશિયાના મુખ્ય બજારોનું પ્રદર્શન આ મુજબ રહ્યું.

જાપાન: નિક્કેઈ 225 માં 2.17% નો મોટો ઉછાળો નોંધાયો હતો અને તે રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સ પણ 0.93% વધ્યો હતો.

હોંગકોંગ અને દક્ષિણ કોરિયા: હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સના ફ્યુચર્સ પરથી બજારમાં નબળી શરૂઆતના સંકેત મળ્યા હતા. જ્યારે દક્ષિણ કોરિયાના બજારો આજે રજાના કારણે બંધ રહ્યા હતા.

ગિફ્ટ નિફ્ટી: ભારતીય શેરબજાર માટે શરૂઆતી સંકેતો નબળા રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 23,469 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે અગાઉના ક્લોઝિંગ કરતા લગભગ 134 પોઈન્ટ નીચે હતો. આ આંકડો ભારતીય બજારમાં નેગેટિવ

ઓપનિંગનો ઈશારો કરે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો