Bajaj Electricals share: આજે, 24 સપ્ટેમ્બર, બજાજ ગ્રુપની કંપની બજાજ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો. ટ્રેડિંગ દરમિયાન, કંપનીના શેર 13.15 ટકાના ઉછાળા સાથે ₹653.80 પર પહોંચી ગયા. કંપનીના બોર્ડે બ્રિટિશ બ્રાન્ડ મોર્ફી રિચાર્ડ્સના બૌદ્ધિક સંપદા અધિકારોની ખરીદીને મંજૂરી આપી હોવાના સમાચાર પછી આ વધારો થયો.