Get App

શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23700ની નીચે, જાણો કેમ બગડ્યો માર્કેટનો મૂડ?

Stock Market opening bell : શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટના ખરાબ સંકેતો અને મોંઘા ક્રૂડને કારણે સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 23700ની નીચે પહોંચી ગયો છે. જાણો બજારની લેટેસ્ટ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Jul 24, 2026 પર 9:48 AM
શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23700ની નીચે, જાણો કેમ બગડ્યો માર્કેટનો મૂડ?શેરબજારમાં મોટો કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23700ની નીચે, જાણો કેમ બગડ્યો માર્કેટનો મૂડ?
Stock Market opening bell : શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે.

Stock Market opening bell : શેરબજારમાં આજે રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. ગ્લોબલ માર્કેટમાંથી આવતા નબળા સંકેતો અને કાચા તેલ (Crude Oil) ના વધતા ભાવોને કારણે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી 23700ના મહત્વના લેવલની નીચે સરકી ગયો છે. મોટા શેરોની વાત કરીએ તો IndiGo અને Infosys જેવા દિગ્ગજ શેરોમાં મોટું ગાબડું પડ્યું છે, જોકે આ ખરાબ માહોલમાં પણ Ciplaના શેરમાં તેજી જોવા મળી છે અને તે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.

શેરબજારમાં કડાકાના મુખ્ય 3 કારણો

1) કાચા તેલના ભાવમાં ઉછાળો: ક્રૂડ ઓઇલના ભાવ ઊંચકાવવાને કારણે વૈશ્વિક બજારોનો મૂડ ખરાબ થયો છે. જેની સીધી અસર ભારતીય બજારો પર પડી છે.

2) FIIsની મોટી વેચવાલી: વિદેશી રોકાણકારો (FIIs) એ કેશ માર્કેટમાં અંદાજે 3000 કરોડ રૂપિયાની માતબર વેચવાલી કરી છે.

3) લોંગ શોર્ટ રેશિયો: બજારનો લોંગ શોર્ટ રેશિયો પણ ઘટીને 8%ની નીચે આવી ગયો છે, જે નબળાઈનો સંકેત આપે છે.

ગ્લોબલ અને એશિયન માર્કેટની સ્થિતિ

માત્ર ભારતીય બજાર જ નહીં, પરંતુ એશિયન અને અમેરિકન બજારોમાં પણ આજે ભારે નિરાશા છવાયેલી છે. એશિયન માર્કેટમાં નિક્કેઇ અને કોસ્પીમાં 3%નો જંગી ઘટાડો આવ્યો છે. બીજી તરફ, અમેરિકન માર્કેટની વાત કરીએ તો, મોંઘુ ક્રૂડ અને બોન્ડ યીલ્ડ આ વર્ષની ટોચ પર પહોંચવાને કારણે યુએસ માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે. ડાઉ જોન્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે, જ્યારે નાસ્ડેકમાં પણ 2%નો ઘટાડો નોંધાયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો