ભારતીય શેરબજારમાં સતત ઘટાડા અને મ્યુચ્યુઅલ ફંડમાં ઘટી રહેલા રોકાણને કારણે, ફેબ્રુઆરી 2025 માં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ સંપત્તિ અંડર મેનેજમેન્ટ (AUM) ₹2.72 લાખ કરોડ ઘટીને ₹64.53 લાખ કરોડ થઈ ગઈ. છેલ્લા પાંચ વર્ષમાં આ સૌથી મોટો માસિક ઘટાડો છે. માર્ચ 2020 માં કોવિડ-19 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીએ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો, જ્યારે AUM માં ₹5 લાખ કરોડનો ઘટાડો થયો હતો. તે સમયે બજાર ખૂબ જ ઘટી ગયું હતું, નિફ્ટી 50 માત્ર એક મહિનામાં 23.3% ઘટ્યો હતો.