Cabinet meet Shipping stocks: આજની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં શિપિંગ સેક્ટરને મોટો વેગ મળી શકે છે. સૂત્રો સૂચવે છે કે શિપિંગ માટે ₹70,000 કરોડની ત્રણ યોજનાઓની જાહેરાત થઈ શકે છે. આજે કેબિનેટની મોટી જાહેરાતની અપેક્ષાએ શિપિંગ શેરોમાં ઉછાળો આવ્યો છે. SCI શેર લગભગ 3% ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. ગાર્ડન રીચ અને માઝાગોન ડોકમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી છે.