Get App

શેરબજાર માટે ‘બ્લેક ફ્રાઈડે’: સેન્સેક્સ 1200 અંક તૂટ્યો, નિફ્ટી 23,000ની નીચે ગગડ્યો; જાણો માર્કેટ ક્રેશ થવાના 7 મોટા કારણો

Stock Market Crash: આજે શેરબજારમાં મોટો કડાકો બોલ્યો છે. સેન્સેક્સ 1200 અંક તૂટ્યો અને નિફ્ટી 23,000ની નીચે સરક્યો છે. રૂપિયો 94ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે. જાણો આ ભયંકર ઘટાડા પાછળના 7 કારણો.

MoneyControl Newsઅપડેટેડ Mar 27, 2026 પર 12:15 PM
શેરબજાર માટે ‘બ્લેક ફ્રાઈડે’: સેન્સેક્સ 1200 અંક તૂટ્યો, નિફ્ટી 23,000ની નીચે ગગડ્યો; જાણો માર્કેટ ક્રેશ થવાના 7 મોટા કારણોશેરબજાર માટે ‘બ્લેક ફ્રાઈડે’: સેન્સેક્સ 1200 અંક તૂટ્યો, નિફ્ટી 23,000ની નીચે ગગડ્યો; જાણો માર્કેટ ક્રેશ થવાના 7 મોટા કારણો
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના કરોડો સ્વાહા

Stock Market Crash: સતત બે દિવસની તેજી બાદ ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો છે. 27 માર્ચના રોજ બજાર ખુલતાની સાથે જ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી હતી, જેના કારણે ચારેય તરફ લાલ નિશાન દેખાઈ રહ્યા છે.

આજે સવારે સેન્સેક્સ 74,883.79 ના સ્તરે ખૂલ્યો હતો, પરંતુ થોડી જ વારમાં વેચવાલીનું દબાણ એટલું વધ્યું કે સેન્સેક્સમાં 1200 અંકોનો જંગી ઘટાડો નોંધાયો અને તે 74,000 ના સ્તરની આસપાસ આવી ગયો. બીજી તરફ, નિફ્ટીની હાલત પણ કફોડી બની હતી. નિફ્ટી પણ લાલ નિશાનમાં 23,173.55 પર ખૂલ્યો હતો અને ત્યારબાદ પાછલી ક્લોઝિંગથી 358.35 અંક તૂટીને 22,948.10 ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આમ, નિફ્ટીએ 23,000 નું મહત્વનું લેવલ તોડી નાખ્યું છે.

રૂપિયો પાતાળમાં: ઐતિહાસિક નીચી સપાટીએ

માત્ર શેરબજાર જ નહીં, પરંતુ ભારતીય કરન્સી માર્કેટમાં પણ ગભરાટનો માહોલ છે. ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સામે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. શુક્રવારે રૂપિયો તૂટીને 94 ના લેવલથી પણ નીચે સરકી ગયો હતો.

શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા પાછળના 7 મુખ્ય કારણો

બજારમાં અચાનક આવેલી આ મંદી પાછળ કોઈ એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે. ચાલો જાણીએ કે આખરે કેમ શેરબજારમાં આજે સુનામી આવી છે.

1. નફા વસૂલી (Profit Booking)

બધા સમાચાર

+ વધુુ વાંચો