BSE Share Price: BSE Ltdના શેરમાં ગુરુવારે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી જોવા મળી હતી. શેર 4.11% વધીને ₹3,928ના ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. આ તેજી પાછળ બ્રોકરેજ ફર્મ HDFC Securities દ્વારા શેરનું રેટિંગ 'Add'માંથી અપગ્રેડ કરીને 'Buy' કરવામાં આવ્યું અને ટાર્ગેટ પ્રાઈસ વધારવામાં આવી તે મુખ્ય કારણ રહ્યું હતું.

