Get App

BSE શેરમાં અચાનક ઘટાડો! NSE IPOની જાહેરાતથી 3% તૂટ્યો શેર, રોકાણકારો શું કરે?

NSEના IPOના એલાન બાદ 11 સપ્ટેમ્બરે BSEના શેરમાં 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાંથી ત્રણમાં શેર ઘટ્યો છે અને હવે તે ₹3,130-₹3,100ના મહત્વના સપોર્ટ ઝોનની નજીક છે. આ સપોર્ટ તૂટે તો શેરમાં વધુ વેચવાલી થઈને ₹2,970 સુધી ઘટાડો આવી શકે છે. NSEના IPO બાદ રોકાણકારો બંને એક્સચેન્જની વેલ્યુએશન અને નફાની સરખામણી પણ કરી રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 11, 2026 પર 2:53 PM
BSE શેરમાં અચાનક ઘટાડો! NSE IPOની જાહેરાતથી 3% તૂટ્યો શેર, રોકાણકારો શું કરે?BSE શેરમાં અચાનક ઘટાડો! NSE IPOની જાહેરાતથી 3% તૂટ્યો શેર, રોકાણકારો શું કરે?
એનએસઈના આઈપીઓની જાહેરાત બાદ બીએસઈના શેરમાં 3% સુધીનો કડાકો, ₹3,130-₹3,100નું સપોર્ટ ઝોન હવે મહત્વનું છે.

NSEના IPOના એલાનની સીધી અસર BSEના શેર પર જોવા મળી છે. 11 સપ્ટેમ્બરે BSEના શેરમાં 3% સુધીનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાંથી ત્રણ સેશનમાં શેર ઘટ્યો છે અને હવે તે પોતાના મહત્વના સપોર્ટ ઝોનની નજીક પહોંચી ગયો છે.

નિષ્ણાતોના મતે જો આ સપોર્ટ લેવલ તૂટે છે તો BSEના શેરમાં વધુ વેચવાલી જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારો માટે મોટો સવાલ એ છે કે હાલના ઘટાડામાં BSEના શેર ખરીદવા યોગ્ય છે કે હજુ વધુ ઘટાડાની રાહ જોવી જોઈએ?

17 ઓગસ્ટથી કન્સોલિડેશનમાં BSE શેર

SBI સિક્યોરિટીઝના ટેક્નિકલ એન્ડ ડેરિવેટીવ્સ રિસર્ચના હેડ સુદીપ શાહના જણાવ્યા અનુસાર BSEનો શેર 17 ઓગસ્ટથી ₹3,474થી ₹3,132ની રેન્જમાં કન્સોલિડેટ થઈ રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર શેરમાં ઘટતો ADX ટ્રેન્ડની સ્ટ્રેંથ નબળી હોવાનો સંકેત આપી રહ્યો છે. બીજી તરફ MACD લાઈન ઝીરો લાઈનની નીચે છે, જે શેરમાં નબળા મોમેન્ટમ તરફ ઈશારો કરે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો