Get App

Closing Bell: શેરબજારમાં બુલ્સની ધમાકેદાર વાપસી: સેન્સેક્સ 640 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,100ની નજીક પહોંચીને બંધ

ભારતીય શેરબજારમાં 27 એપ્રિલના રોજ તેજીનો માહોલ રહ્યો. સેન્સેક્સ 640 પોઈન્ટ અને નિફ્ટી 194 પોઈન્ટ વધીને મજબૂતી સાથે બંધ થયા. જાણો કયા સેક્ટરમાં રહી સૌથી વધુ ખરીદી.

MoneyControl Newsઅપડેટેડ Apr 27, 2026 પર 3:46 PM
Closing Bell:  શેરબજારમાં બુલ્સની ધમાકેદાર વાપસી: સેન્સેક્સ 640 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,100ની નજીક પહોંચીને બંધClosing Bell:  શેરબજારમાં બુલ્સની ધમાકેદાર વાપસી: સેન્સેક્સ 640 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,100ની નજીક પહોંચીને બંધ
માત્ર મોટી કંપનીઓ જ નહીં, પરંતુ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ રોકાણકારોએ ધૂમ ખરીદી કરી હતી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં 1.5% અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1.8% નો વધારો નોંધાયો હતો.

Closing Bell: ભારતીય શેરબજારમાં આજે રોકાણકારો માટે શાનદાર દિવસ રહ્યો હતો. 27 એપ્રિલના રોજ બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી, જેના કારણે મુખ્ય ઇન્ડેક્સ મજબૂત સ્તરે બંધ થયા છે. લાંબા સમય બાદ બજારમાં બુલ્સએ કમાન સંભાળી હોય તેવું લાગી રહ્યું છે, જેના પગલે નિફ્ટી 24,000 ના મહત્વના સ્તરને પાર કરવામાં સફળ રહી છે.

સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ

કારબારના અંતે મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 639.42 પોઈન્ટ (0.83%) ના ઉછાળા સાથે 77,303.63 ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ 194.75 પોઈન્ટ (0.81%) વધીને 24,092.70 પર બંધ થયો હતો. નિફ્ટી આજે 24,100 ની એકદમ નજીક પહોંચી ગઈ હતી.

કયા શેરમાં રહી તેજી અને ક્યાં જોવા મળ્યો ઘટાડો?

આજના કારોબારમાં બ્લૂ-ચિપ કંપનીઓમાં રોકાણકારોએ ભારે રસ દાખવ્યો હતો.

આજના ટોપ ગેનર્સ

નિફ્ટીમાં સૌથી વધુ ફાયદો કરાવનારા શેરોમાં સન ફાર્મા, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો અને જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસનો સમાવેશ થાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો