બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
indigo
સરકારની ઈન્ડિગો પર મોટી એક્શન. ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં 10% કાપનો આદેશ કર્યો. ઈન્ડિગોને 10% રૂટ્સ ઘટાડવાનો આદેશ કર્યો. એવિએશન મંત્રી રામ મોહન નાયડૂએ આદેશ આપ્યો. CEO પીટર એલર્બ્સને અપડેટ આપવા માટો મંત્રાલય બોલાવામાં આવ્યા. ઈન્ડિગોને મંત્રાલયના બધા નિર્દેશોનું પાલન કરવાનો નિર્દેશ કર્યો.
adani green
અદાણી ગ્રીનમાં મોટી બ્લૉક ડીલ શક્ય છે. ટોટલ એનર્જી બ્લૉક ડીલ દ્વારા 1.5% હિસ્સો વેચશે. ₹2400 કરોડમાં 1.5% હિસ્સો વેચશે. બ્લૉક ડીલ દ્વારા ₹2.47 કરોડ શેર્સ વેચશે. ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹970 પ્રતિશેર શક્ય છે. બ્લૉક ડીલ માટે જેફરિઝ બ્રોકર નિયુક્ત કર્યા.
swiggy
Swiggyનો QIP લોન્ચ કર્યો. QIPની સાઈઝ ₹10,000 કરોડ છે. QIP માટે ઈન્ડિકેટીવ પ્રાઈસ ₹371 પ્રતિશેરના નક્કી કર્યા છે. CMPથી 6.8% ડિસ્કાઉન્ટ પર QIP છે.
jsw energy
GQG પાર્ટનર્સે JSW એનર્જીમાં લગભગ 1% હિસ્સો ₹677 કરોડમાં વેચ્યો. બ્લૉક ડીલ દ્વારા 1.5 Cr શેર્સ ₹444 પ્રતિશેરના ભાવ પર વેચ્યા છે. સપ્ટેમ્બર 2025ના અંતમાં GQG પાસે JSW એનર્જીમાં 1.8% હિસ્સો હતો.
dilip buildcon/nalco
નાલ્કોએ દિલીપ બિલ્ડકોનને 25 વર્ષ માટે MDO કોન્ટ્રાક્ટ આપ્યો. પોટ્ટાંગી ખાણો માટે MDO કોન્ટ્રાક્ટ આપ્યો. બેઝ માઇનિંગ ચાર્જ ₹423/ટન છે.
irb infra
કંપનીનું નવેમ્બરમાં કુલ ટોલ કલેક્શન 19.5% વધ્યુ. ટોલ કલેક્શન ₹262Cr થી 19.5% વધીને ₹313 Cr થયું.
Anupam rasayan
બોર્ડે મોનિટ-કેમ કેન્સાસના અધિગ્રહણને મંજૂરી આપી. કંપની મોનિટકેમ કેન્સાસ માટે $155 મિલિયન સુધીની ઓફર કરશે.
pine labs
ભારતનું પહેલું એજન્ટિક બિલ-પેમેન્ટ્સ Experience લોન્ચ કર્યુ. સેતુ દ્વારા એજન્ટિક બિલ-પેમેન્ટ્સ Experience લોન્ચ કર્યું. ChatGPT અને ક્લાઉડ પર પર ઉપલબ્ધ છે. બિલ પેમેન્ટની બે મુખ્ય મુશ્કેલીઓનો ઉકેલ આપે છે. ખોટા ચાર્જિસનો ભય અને ડ્યુ ડેટ ચૂકી જવાની ટેન્શન છે.
sammaan capital
CCI પાસેથી IHC'sને કંપનીમાં હિસ્સો ખરીદવા માટે મંજૂરી મળી. IHCએ ઑક્ટોબરમાં $1 બિલિયન (₹8,850 કરોડ)ના રોકાણ માટે કરારની જાહેરાત કરી હતી. જેનાં અંતર્ગત કંપની Sammaan Capitalમાં 43.46% હિસ્સેદારી ખરીદશે.
Godrej industries
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ તેલંગાણા રાજ્યમાં ₹10,000 કરોડનું રોકાણ કરશે. કંપનીની સબ્સિડરી ગોદરેજ એગ્રોવેટના તેલંગાણા સરકાર સાથે કરાર કર્યા. ડેરી પ્રોસેસિંગ યુનિટ માટે ₹150 કરોડનું રોકાણ કંપની કરશે.
highway infrastructure
કંપનીને NHAI પાસેથી ₹328 કરોડનો ઓર્ડર મળ્યો. આંધ્ર પ્રદેશમાં NH-16 પર કાઝા ફી પ્લાઝાનું સંચાલન કંપની કરશે.
gpt infra
કંપનીને નોર્થ ઈસ્ટ રેલવે પાસેથી ₹199 કરોડનો ઓર્ડર મળ્યો. કંપનીને બ્રિજ સબસ્ટ્રક્ચર બનાવવા માટે ઓર્ડર મળ્યો.
graphite india
કંપનીએ Kivoro સાથે કરાર કર્યા. ગ્રાફીન-આધારિત હીટ ટ્રાન્સફર એડિટિવનું એકમાત્ર વિતરક બન્યું. કંપનીનો હેતુ કોરુગેટેડ પેપરબોર્ડ ઉત્પાદકો માટે છે.
Grasim
આદિત્ય બિરલા રિન્યુએબલમાં ₹3000 કરોડનું રોકાણ કરશે BlackRock.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.