Indian Ministry of External Affairs: ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે ચીનને અરુણાચલ પ્રદેશ મુદ્દે કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, "અમે ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો એક અભિન્ન અને અતૂટ હિસ્સો છે અને હંમેશા રહેશે. અમે આ મામલે કોઈની દખલગીરી સહન કરીશું નહીં."

