બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
TVS Motor
ગ્રાહકોને સંપૂર્ણ GST લાભ આપશે. ICE ગાડીઓ પર GST 28%થી ઘટાડીને 18% કર્યો છે. ICE વ્હીકલમાં સૌથી વધુ વેચાતા મોટરસાઇકલ મોડેલોનો સમાવેશ થાય છે. TVS Apache, TVS Ronin, TVS Raider અને TVS Sportનો સમાવેશ થાય છે. સ્કૂટર સેગમેન્ટમાં TVS Ntorq, TVS Jupiter અને TVS Zestનો સમાવેશ થાય છે. Apache, Raider, NTorq, Jupiter સસ્તા થશે. ગ્રાહકો માટે 22 સપ્ટેમ્બરથી નવા GST દર લાગૂ થશે. TVSની તેના પ્રોડક્ટ પર નોંધપાત્ર બચત ઓફર પણ લાવવાની યોજના છે.
Infosys
11 સપ્ટેમ્બરે બોર્ડ બેઠક યોજાશે. બોર્ડ બેઠકમાં શેર બાયબેક પર વિચાર કંપની કરશે. કંપનીએ છેલ્લું બાયબેક 2022માં આપ્યું હતું. જે ₹9300 પ્રતિશેરનું હતું, જેની મેક્સ પ્રાઈસ ₹1850 પ્રતિશેર હતી.
Wipro
પ્રોડક્ટ કેટેગરી સસ્તી કરશે. GST રિફોર્મથી એપ્લિકેશન પ્રોડક્ટ કેટેગરી સસ્તી કરશે. GST દરોમાં ઘટાડોનો પૂરો ફાયદો ગ્રાહકોને આપશે. 22 સપ્ટેમ્બરથી અમલમાં મુકાશે.
Voltamp
મોટી બ્લૉક ડીલ શક્ય છે. Voltampમાં આજે $6.7 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર કુંજલ પટેલ ડીલ દ્વારા 7% હિસ્સો વેચી શકે છે. 7.88 લાખ શેરની બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹7600 પ્રતિશેર શક્ય છે.
Godrej Consumer
ઈન્ડોનેશિયામાં નવા મેન્યુફેક્ચરિંગનું કન્સ્ટ્રક્શન શરૂ કર્યું. સબ્સિડરી PT ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સએ કન્સ્ટ્રક્શન શરૂ કર્યું. હોમ એન્ડ પર્સનલ કેર સેગમેન્ટમાં 15% ક્ષમતા વધારશે. નવા મેન્યુફેક્ચરિંગ સાઈટ પર ₹250 કરોડનું કંપની રોકાણ કરશે.
RailTel
કંપનીને ₹396 કરોડનો મલ્ટીપલ ઓર્ડર મળ્યો. બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ પાસેથી મલ્ટીપલ ઓર્ડર મળ્યા. જેમાં ICT લેબ, ISM, સ્માર્ટ ક્લાસરૂમ્સ અને શિક્ષણ સામગ્રી સપ્લાયનો સમાવેશ થાય છે. ICT એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી. ISM એટલે કે ઇન્ટિગ્રેટેડ સાયન્સ એન્ડ મેથેમેટિક્સ.
RVNL
કંપનીને સબ્સિડરી બનાવવા માટે DIPAM પાસેથી મંજૂરી મળી નહીં. પૂરી માલિકીના હક વાળી સબ્સિડરી બનાવવા માટે મંજૂરી નહીં. DIPAM એટલે કે Department of Investment and Public Asset Management.
HUDCO
NMRDA સાથે MoU કર્યા. NMRDA એટલે કે નાગપુર મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી. નાગપુર વિસ્તારમાં જમીન અધિગ્રહણ, હાઉસિંગ અને ઈન્ફ્રા ડેલલપમેન્ટ માટે MoU કર્યા.
Brigade Group
ઈસ્ટ બેંગલુરૂમાં લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે જોઈન્ટ ડેવલપમેન્ટ કરાર કર્યા. આ પ્રોજેક્ટ આશરે 10.75 એકરમાં ફેલાયેલો છે. 2.5 million sq. ft.માં લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ કરશે કંપની. પ્રોજેક્ટ માટેની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ આશરે ₹2500 કરોડ છે.
IRB Infra
વર્ષ દર વર્ષના આધાર પર ઓગસ્ટમાં ટોલ કલેક્શન ₹502.6 કરોડથી 12% વધી ₹563.2 કરોડ છે.
Aris Infra
એરિસયુનિટર્ન RI સોલ્યુશન્સએ વૈષ્ણવી રેસિડેન્સ સાથે કરાર કર્યા. સબ્સડરી કંપનીએ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવપલ કરવા માટે કરાર કર્યા. એરિસિઈન્ફ્રા સોલ્યુશન્સની સબ્સિડરી કંપની છે એરિસયુનિટર્ન RE સોલ્યુશન્સ છે. બેંગલુરૂ ખાતે યેલાહંકામાં 4 એકરનો વિલા પ્લોટ પ્રોજેક્ટ આર્શ ગ્રીન્સ લોન્ચ કરવા માટે કરાર કર્યા. પ્રોજેક્ટ માટે ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ આશરે ₹200 કરોડ છે.
Arkade Developers
પસંદીદા IT સિસ્ટમને અસર કરતી માલવેર ઘટના શોધી કાઢી. અસર ઘટાડવા અને સિસ્ટમોને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક પગલાં લીધા. સંબંધિત અધિકારીઓને યોગ્ય રીતે સૂચિત કરવામાં આવ્યા. કંપનીએ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવાનું ચાલુ રાખ્યું છે.
Sun Pharma
Vecuronium Bromide (વેક્યુરોનિયમ બ્રોમાઇડ) ઈન્જેક્શનનું ઉત્પાદન બંધ કર્યું. એનેસ્થેસિયા માટે દવાનો ઉપયોગ કર્યો. US FDAએ ઉત્પાદન સત્તાવાર રીતે બંધ કરવાનું સ્વીકાર્યું. દવા બંધ કરવાના કંપનીએ કોઈ ચોક્કસ કારણો આપ્યા નથી. અને કંપનીએ અન્ય કોઈ ઉત્પાદનને બદલવાની કોઈ યોજના જાહેર કરી નથી. આ નિર્ણયથી નિયમિતપણે આ દવાનો ઉપયોગ કરતા આરોગ્યસંભાળ પ્રદાતાઓને અસર થઈ શકે. વૈકલ્પિક સપ્લાયર્સ શોધવાની અથવા અન્ય ન્યુરોમસ્ક્યુલર બ્લોકિંગ એજન્ટો પર વિચાર કરવાની જરૂર પડી શકે છે.
Strides Pharma
સ્ટ્રાઇડ્સ ફાર્મા ગ્લોબલએ કેનોક્સ ફાર્માસ્યુટિકલ્સ સાથે સૈદ્ધાંતિક કરાર કર્યા. સ્ટ્રાઇડ્સ ફાર્માની સિંગાપોરની સબ્સિડરી કંપની છે સ્ટ્રાઇડ્સ ફાર્મા ગ્લોબલ. USની કંપની છે કેનોક્સ ફાર્માસ્યુટિકલ્સ. US માર્કેટમાં Nasal spray પ્રોડક્ટને ડેવલપમેન્ટ માટે કરાર કર્યા. કેનોક્સ ફોર્મ્યુલેશન અને રેગ્યુલેટરી કુશળતા પ્રદાન કરશે.
Morepen Lab
મોરેપેન મેડિપેથ લિમિટેડએ UAEની કંપની Bimedical FZE સાથે JV કર્યા. મોરપેન લેબની સબ્સિડરી કંપની છે મોરેપેન મેડિપેથ લિમિટેડ. બન્ને કંપનીઓએ 50:50 JV કર્યા. મેડિકલ ડિવાઈઝ મેન્યુફેક્ચરિંગ કરશે કંપની.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.