Get App

Closing Bell – બજેટની નિરાશાથી બજાર ઉભર્યુ, સેન્સેક્સ 943 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,000 ની ઉપર

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં પાવર ગ્રિડ, ટીએમપીવી, અદાણી પોર્ટ્સ, બીઈએલ, ટાટા કંઝ્યુમર્સ, હિંડાલ્કો, રિલાયન્સ અને એમએન્ડએમ 2.71-7.42 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં શ્રીરામ ફાઈનાન્સ, એક્સિસ બેંક, મેક્સ હેલ્થકેર, ઈન્ફોસિસ, સિપ્લા, ટીસીએસ અને ટાઈટન 0.59-3.17 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 02, 2026 પર 3:52 PM
Closing Bell – બજેટની નિરાશાથી બજાર ઉભર્યુ, સેન્સેક્સ 943 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,000 ની ઉપરClosing Bell – બજેટની નિરાશાથી બજાર ઉભર્યુ, સેન્સેક્સ 943 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25,000 ની ઉપર
ભારતીય રૂપિયો 48 પૈસા ઉછળીને 91.51 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 91.99 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર બજેટની નિરાશાથી ઉભર્યું છે. આજે નિફ્ટી 25000 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 81666 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,108.10 સુધી ઉછળી તો સેન્સેક્સ 81,732.25 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 48 પૈસા ઉછળીને 91.51 ના સ્તર પર બંધ થયો. જ્યારે શુક્રવારે ભારતીય રૂપિયો 91.99 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.96 ટકા વધીને 57,667.60 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.64 ટકા વધારાની સાથે 16,523.35 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 943.52 અંક એટલે કે 1.17% ની મજબૂતીની સાથે 81,666.46 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 262.95 અંક એટલે કે 1.06% ની વધારાની સાથે 25,088.40 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો