Get App

Closing Bell – બજારમાં 3 દિવસના ઘટાડા પર લાગી બ્રેક, સેન્સેક્સ 480 પોઈન્ટ તેજી, નિફ્ટી 25,300 ની ઉપર

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, બીઈએલ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, ટીએમપીવી અને બજાજ ઑટો 2.27-5.31 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈટરનલ, એસબીઆઈ લાઈફ, ટાઈટન, આઈશર મોટર્સ, મેક્સ હેલ્થકેર, અપોલો હોસ્પિટલ, મારૂતી સુઝુકી અને આઈસીઆઈસીઆઈ બેંક 0.15-2.47 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 22, 2026 પર 3:51 PM
Closing Bell – બજારમાં 3 દિવસના ઘટાડા પર લાગી બ્રેક, સેન્સેક્સ 480 પોઈન્ટ તેજી, નિફ્ટી 25,300 ની ઉપરClosing Bell – બજારમાં 3 દિવસના ઘટાડા પર લાગી બ્રેક, સેન્સેક્સ 480 પોઈન્ટ તેજી, નિફ્ટી 25,300 ની ઉપર
ભારતીય રૂપિયો 7 પૈસા ઉછળીને 91.63 ના સ્તર પર બંધ થયો. જ્યારે બુધવારે ભારતીય રૂપિયો 91.70 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25300 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 82,307પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,435.75 સુધી ઉછળી તો સેન્સેક્સ 82,783.18 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 7 પૈસા ઉછળીને 91.63 ના સ્તર પર બંધ થયો. જ્યારે બુધવારે ભારતીય રૂપિયો 91.70 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.34 ટકા વધીને 58,191.30 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.76 ટકા વધારાની સાથે 16,677.25 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 397.74 અંક એટલે કે 0.49% ની મજબૂતીની સાથે 82,307.37 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 132.40 અંક એટલે કે 0.53% ની વધારાની સાથે 25,289.90 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો