Stock Market Insight: શેરબજારમાં અત્યારે સૌથી મોટું રિસ્ક એ છે કે તમે કોઈ રિસ્ક જ ન લો, માર્કેટ એક્સપર્ટ અને સીએનબીસી-આવાઝના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલના મતે, અત્યારે બજારમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે અને રોકાણકારો માટે પૈસા બની રહ્યા છે.


Stock Market Insight: શેરબજારમાં અત્યારે સૌથી મોટું રિસ્ક એ છે કે તમે કોઈ રિસ્ક જ ન લો, માર્કેટ એક્સપર્ટ અને સીએનબીસી-આવાઝના મેનેજિંગ એડિટર અનુજ સિંઘલના મતે, અત્યારે બજારમાં બધું જ બરાબર ચાલી રહ્યું છે અને રોકાણકારો માટે પૈસા બની રહ્યા છે.
આજના બજારની સ્થિતિ
ભારતીય બેન્ચમાર્ક ઈન્ડેક્સ અત્યારે ઉતાર-ચઢાવ વચ્ચે લગભગ ફ્લેટ કારોબાર કરી રહ્યા છે. સવારે 11.15 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 32.49 પોઈન્ટ (0.04 ટકા) ઘટીને 77,061.58 પર અને નિફ્ટી 17.45 પોઈન્ટ (0.07 ટકા) ના સામાન્ય ઘટાડા સાથે 24,085.45 ના સ્તરે જોવા મળ્યો હતો. નિફ્ટી 24,100 ની આસપાસ મજબૂતીથી ટકી રહ્યો છે. સેક્ટરની વાત કરીએ તો, IT અને મેટલ ઈન્ડેક્સમાં 1% નો ઘટાડો નોંધાયો છે, જ્યારે હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં 1% ની મજબૂતી છે.
માર્કેટનું ટેક્સચર અને એક્સપર્ટ વ્યુ
અનુજ સિંઘલ જણાવે છે કે, બજારમાં આવતો કોઈ પણ ઘટાડો લાંબો સમય ટકતો નથી. બેંક નિફ્ટી જોરદાર મોમેન્ટમમાં છે અને મિડકેપ-સ્મોલકેપ શેરોમાં પણ સારી એવી ખરીદી છે. FII ની વેચવાલી ઘણી ઘટી છે અને ઈન્ડિયા VIX પણ કમ્ફર્ટ ઝોનમાં છે. જ્યાં સુધી નિફ્ટી 24,036 ના સ્તરની ઉપર છે, ત્યાં સુધી બજારનો અપટ્રેન્ડ મજબૂત રહેશે. બજારમાં 'Buy on Dips' (ઘટાડે ખરીદી) ની રણનીતિ જ સૌથી બેસ્ટ છે. ડિફેન્સ જેવા પસંદગીના સેક્ટર્સ શાનદાર વળતર આપી રહ્યા છે.
ગઈકાલે રાત્રે શું થયું?
US-ઈરાન ડીલ
અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોમાં સારી એવી પ્રગતિ થઈ છે. ઈરાન પરમાણુ હથિયારોની તપાસ માટે માની ગયું છે. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચવાની વિશેષ છૂટ આપી છે, જેનું પેમેન્ટ ડોલરમાં થશે. આ લાયસન્સ 21 ઓગસ્ટના રોજ પૂરું થશે.
Nasdaq અને SpaceX માં ભારે કડાકો
અમેરિકન બજાર Nasdaq માં 5% નો મોટો કડાકો બોલી ગયો, જે આ વર્ષનો સૌથી ખરાબ દિવસ રહ્યો. આલ્ફાબેટ કંપનીના 2 મોટા AI રિસર્ચર્સએ કંપની છોડીને હરીફ કંપનીઓ જોઈન કરતા શેરમાં ભારે ઘટાડો આવ્યો. બીજી તરફ, એલન મસ્કની SpaceX ના શેરમાં સોમવારે 16% નો કડાકો નોંધાયો હતો. માત્ર 3 જ દિવસમાં SpaceX નું 600 બિલિયન ડોલરનું માર્કેટ કેપ ધોવાઈ ગયું છે.
ટ્રેડિંગ માટે શું હોવી જોઈએ રણનીતિ?
નિફ્ટી સ્ટ્રેટેજી
નિફ્ટી માટે ખરીદી કરવાનો સૌથી બેસ્ટ ઝોન 24,000 થી 24,050 ની વચ્ચે છે. તમારી પોઝિશન માટે સ્ટોપલોસ (SL) 23,900 પર રાખવો જોઈએ. ઉપરની તરફ 24,150-24,250 નો મોટો અવરોધ છે. જો 24,250 નો આંકડો પાર થશે તો નિફ્ટી સીધો 24,500 સુધી પહોંચી શકે છે.
બેંક નિફ્ટી સ્ટ્રેટેજી
બેંક નિફ્ટી અત્યારે બીજા બ્રેકઆઉટની બિલકુલ નજીક છે. જો 58,100 ની ઉપર ક્લોઝિંગ મળે તો નવો ઉછાળો જોવા મળશે. અત્યારે લોંગ પોઝિશન માટે ટ્રેલિંગ સ્ટોપલોસ વધારીને 57,400 પર લાવી દેવો. બેંક નિફ્ટી માટે પહેલો સપોર્ટ 57,600-57,800 છે. જ્યારે ઉપરની તરફ 58,200-58,500 મોટો રેઝિસ્ટન્સ બની રહેશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.