Get App

SpaceX Shares: એલન મસ્કને મોટો ફટકો, સ્પેસએક્સના શેર 16% તૂટ્યા, 3 જ દિવસમાં 56 લાખ કરોડ સ્વાહા

Elon Musk ની સ્પેસએક્સના શેરમાં સતત ત્રીજા દિવસે ભારે કડાકો જોવા મળ્યો છે. 3 દિવસમાં રોકાણકારોના 56 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. જાણો આ મોટા ઘટાડાનું મુખ્ય કારણ.

MoneyControl Newsઅપડેટેડ Jun 23, 2026 પર 12:21 PM
SpaceX Shares: એલન મસ્કને મોટો ફટકો, સ્પેસએક્સના શેર 16% તૂટ્યા, 3 જ દિવસમાં 56 લાખ કરોડ સ્વાહાSpaceX Shares: એલન મસ્કને મોટો ફટકો, સ્પેસએક્સના શેર 16% તૂટ્યા, 3 જ દિવસમાં 56 લાખ કરોડ સ્વાહા
સ્પેસએક્સના શેર આટલી ઝડપથી નીચે આવવા પાછળ કંપનીનો એક મોટો આર્થિક નિર્ણય જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

SpaceX Shares: અમેરિકન શેર બજારના ઈન્ડેક્સ નેસ્ડેક પર ધમાકેદાર એન્ટ્રી કરીને ઈતિહાસ રચનારી એલન મસ્કની કંપની સ્પેસએક્સની રફતાર હવે ધીમી પડી ગઈ છે. લિસ્ટિંગ બાદ એલન મસ્કને દુનિયાના પહેલા અને એકમાત્ર ટ્રિલેનિયર (1 ટ્રિલિયન ડોલરની સંપત્તિવાળા વ્યક્તિ) બનાવનાર સ્પેસએક્સના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. સતત ત્રીજા દિવસે સોમવારે (22 જૂન) કંપનીના શેર કડડભૂસ થયા હતા અને તેમાં 16 ટકાથી વધુનો મોટો કડાકો નોંધાયો હતો.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ બજારના ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિ ખૂબ જ ઝડપથી નીચે આવી છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેરના ભાવમાં 23 ટકાથી વધુનો ઘટાડો થયો છે, જેના કારણે રોકાણકારોના આશરે 60 હજાર કરોડ ડોલર એટલે કે 56 લાખ કરોડ રૂપિયાથી વધુ સ્વાહા થઈ ગયા છે. નેસ્ડેક પર 22 જૂનના રોજ સ્પેસએક્સનો શેર 16.43% ના ઘટાડા સાથે 154.60 ડોલર પર બંધ થયો હતો. આ કંપની માર્કેટમાં 12 જૂને લિસ્ટ થઈ હતી અને 16 જૂને તેણે 225.64 ડોલરની રેકોર્ડ હાઈ સપાટીને સ્પર્શી લીધી હતી. જોકે, તેની બરાબર પછીના જ દિવસથી એટલે કે 17 જૂનથી શેરમાં સતત ઘટાડો શરૂ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે થોડા સમય માટે સ્પેસએક્સ માર્કેટ કેપની દ્રષ્ટિએ એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ ટેક કંપનીઓ કરતાં પણ આગળ નીકળી ગઈ હતી.

શા માટે સ્પેસએક્સના શેરો પર દબાણ આવ્યું?

સ્પેસએક્સના શેર આટલી ઝડપથી નીચે આવવા પાછળ કંપનીનો એક મોટો આર્થિક નિર્ણય જવાબદાર માનવામાં આવી રહ્યો છે. કંપનીએ પહેલીવાર ડેટ માર્કેટ એટલે કે દેવા બજારમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે, જેની અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી છે. અહેવાલો અનુસાર, કંપની પોતાના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સપ્રોજેક્ટ્સના વિસ્તાર માટે ઈન્વેસ્ટમેન્ટ-ગ્રેડ બોન્ડ બહાર પાડીને ઓછામાં ઓછા 2 હજાર કરોડ ડોલર એકઠા કરવાની યોજના બનાવી રહી છે. જોકે, કંપનીએ હજુ સુધી સત્તાવાર રીતે એ જાહેર નથી કર્યું કે તેઓ કેટલું ફંડ એકઠું કરવા માંગે છે.

બીજી તરફ, ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ માઈકલ ઓ'રોર્કેનું કહેવું છે કે જે મોટાભાગના રોકાણકારો આ શેરમાં એન્ટ્રી કરવા માંગતા હતા, તેમણે લિસ્ટિંગની સાથે જ તરત ખરીદી કરી લીધી હતી. આ કારણે હવે વેચનારાઓનું પ્રાઈસ એક્શન પર વધુ કંટ્રોલ આવી ગયો છે.

ઘટાડા વચ્ચે પણ રિટેલ રોકાણકારોનો રસ યથાવત

શેરમાં આટલો મોટો કડાકો આવ્યો હોવા છતાં નાના અને છૂટક રોકાણકારોની સ્પેસએક્સમાં ભારે દિલચસ્પી જોવા મળી રહી છે. અત્યારે કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેરોમાંથી માત્ર 4.2% શેર જ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે, કારણ કે બાકીના વર્તમાન શેરહોલ્ડર્સ પર લોક-અપ પીરિયડના નિયમો લાગુ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો