Lucknow Fire Tragedy: સોમવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા 15 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક સૂચના બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને જવાબદારો સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે.

