Get App

Closing Bell – નિફ્ટી 23,100 ની ઉપર; આઈટી, મીડિયા અને મેટલ શેરોમાં તેજીને પગલે સેન્સેક્સ 413 પોઈન્ટ વધ્યો

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, ટીસીએસ, ઈન્ફોસિસ, ભારતી એરટેલ, એચસીએલ ટેક, એમએન્ડએમ અને બજાજ ફાઈનાન્સ 1.75-8.48 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ડિગો, બીએસઈ, મેક્સ હેલ્થ, ટાટા કંઝ્યુમર, જિયો ફાઈનાન્સ અને ઓએનજીસી 1.18-1.91 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 16, 2026 પર 3:48 PM
Closing Bell – નિફ્ટી 23,100 ની ઉપર; આઈટી, મીડિયા અને મેટલ શેરોમાં તેજીને પગલે સેન્સેક્સ 413 પોઈન્ટ વધ્યોClosing Bell – નિફ્ટી 23,100 ની ઉપર; આઈટી, મીડિયા અને મેટલ શેરોમાં તેજીને પગલે સેન્સેક્સ 413 પોઈન્ટ વધ્યો
ભારતીય રૂપિયો 10 પૈસા ઉછળીને 94.95 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 95.05 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 23100 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 74,729 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 23,149.85 સુધી ઉછળી તો સેન્સેક્સ 74,778.78 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 10 પૈસા ઉછળીને 94.95 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 95.05 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11 ટકા ઘટીને 59,129.75 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.01 ટકા ઘટાડાની સાથે 19,129.80 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 413.66 અંક એટલે કે 0.56% ની મજબૂતીની સાથે 74729.27 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 148.80 અંક એટલે કે 0.65% ની વધારાની સાથે 23,146.15 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો