Get App

Closing Bell: સેન્સેક્સ 308 અંક તૂટ્યો, નિફ્ટી 19,550 ની નીચે થયો બંધ, FMCG, બેન્ક શેર સૌથી વધુ ઘટ્યા

સેન્સેક્સ-નિફ્ટી ઘટાડાની સાથે બંધ થયો છે. શરૂઆતી તેજી બાદ મિડકેપમાં વિચવાલી જોવા મળી છે. જ્યારે, FMCG, ફાર્મા, બેન્કિંગ શેરોમાં વેચવાલી જોવા મળી છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 10, 2023 પર 4:06 PM
Closing Bell: સેન્સેક્સ 308 અંક તૂટ્યો, નિફ્ટી 19,550 ની નીચે થયો બંધ, FMCG, બેન્ક શેર સૌથી વધુ ઘટ્યાClosing Bell: સેન્સેક્સ 308 અંક તૂટ્યો, નિફ્ટી 19,550 ની નીચે થયો બંધ, FMCG, બેન્ક શેર સૌથી વધુ ઘટ્યા

વીકલી એક્સપાયરી પર બાજારમાં પ્રોફિટબુકિંગ હાવી થઈ છે. જો કે સેન્સેક્સ-નિફ્ટી ઘટાડાની સાથે બંધ થયો છે. શરૂઆતી તેજી બાદ મિડકેપમાં વિચવાલી જોવા મળી છે. જ્યારે, FMCG, ફાર્મા, બેન્કિંગ શેરોમાં વેચવાલી જોવા મળી છે. મેટલ, એનર્જી શેરોમાં ખરીદારી રહી જ્યારે રિયલ્ટી, IT શેરો પર દબાણ રહ્યો છે.

Asian Paints, ITC, Kotak Mahindra Bank, Britannia Industries અને Apollo Hospital નિફ્ટીના ટૉપ લૂઝર રહી છે. જ્યારે Adani Enterprises, indusind Bank, Adani ports, JSW Steel અને ONGC નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા છે.

મેટલ અને પાવર સેક્ટરને છોડીને તમામ સેક્ટર ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયો છે. એફએમસીજી અને પીએસયૂ બેન્ક ઈન્ડેક્સ 1 ટકાના ઘટાડાની સાથે બંધ થઈ છે. જ્યારે કેપિટલ, હેલ્થકેર અને આઈટી ઈન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો રહ્યો છે.

કારોબારના અંતમાં સેન્સેક્સ 307.63 અંક એટલે કે 0.47 ટકાના ઘટાડાની સાથે 65,688.18 ના સ્તર પર બંધ થયો છે. જયારે નિફ્ટી 89.45 અંક એટલે કે 0.46 ટકાના ઘટાડાની સાથે 19543.10 ના સ્તર પર બંધ થયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો