Get App

Closing Bell – સેન્સેક્સ 110 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 26,200 ની ઉપર; ઑયલ એન્ડ ગેસ, રિયલ્ટી, PSU બેંકો ટોપ પર

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, શ્રીરામ ફાઈનાન્સ, એચયુએલ, બજાજ ફિનસર્વ, હિંડાલ્કો, એચસીએલ ટેક, આઈટીસી, એચડીએફસી બેંક અને ઈન્ફોસિસ 0.46-2.43 ટકા સુધી વધીને બંધ થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 27, 2025 પર 3:47 PM
Closing Bell – સેન્સેક્સ 110 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 26,200 ની ઉપર; ઑયલ એન્ડ ગેસ, રિયલ્ટી, PSU બેંકો ટોપ પરClosing Bell – સેન્સેક્સ 110 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 26,200 ની ઉપર; ઑયલ એન્ડ ગેસ, રિયલ્ટી, PSU બેંકો ટોપ પર
ભારતીય રૂપિયો 3 પૈસા તૂટીને 89.30 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 89.27 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 26200 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 85720 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 26,310.45 સુધી ઉછળી તો સેન્સેક્સ 86,055.86 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 3 પૈસા તૂટીને 89.30 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 89.27 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.05 ટકા ઘટીને 24,042.13 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.69 ટકા ઘટાડાની સાથે 26,980.75 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 110.87 અંક એટલે કે 0.13% ની મજબૂતીની સાથે 85,720.38 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 10.25 અંક એટલે કે 0.04% ની વધારાની સાથે 26,215.55 ના સ્તર પર બંધ થયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો