Get App

ક્રૂડના ઉછાળા બાદ ભારતના GDP અને યુદ્ધની સાથે બોન્ડ યીલ્ડની પણ ચિંતા - સુનિલ સુબ્રમણ્યમ

વરિષ્ઠ માર્કેટ એક્સપર્ટ સુનિલ સુબ્રમણ્યમના મતે ક્રૂડ ઓઈલના વધતા ભાવ વચ્ચે ભારતના GDP ગ્રોથ, રૂપિયા અને બોન્ડ યીલ્ડને લઈને ચિંતા વધી છે. US-ઈરાન તણાવ વચ્ચે જો ફેડ વ્યાજદર વધારે તો RBI પર પણ વ્યાજદર વધારવાનું દબાણ આવી શકે છે. તેમના મતે FII અને DIIનો રસ IPO તરફ રહી શકે છે, જ્યારે ફાર્મા, હેલ્થકેર, પાવર, ગ્રીન એનર્જી અને ડિફેન્સ સેક્ટરમાં લાંબા ગાળે સારી તકો જોવા મળી શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 11, 2026 પર 4:42 PM
ક્રૂડના ઉછાળા બાદ ભારતના GDP અને યુદ્ધની સાથે બોન્ડ યીલ્ડની પણ ચિંતા - સુનિલ સુબ્રમણ્યમક્રૂડના ઉછાળા બાદ ભારતના GDP અને યુદ્ધની સાથે બોન્ડ યીલ્ડની પણ ચિંતા - સુનિલ સુબ્રમણ્યમ
ક્રૂડના વધતા ભાવ વચ્ચે ભારતના GDP અને બોન્ડ યીલ્ડને લઈને ચિંતા, સુનિલ સુબ્રમણ્યમે ફાર્મા, પાવર, ગ્રીન એનર્જી અને ડિફેન્સમાં લાંબા ગાળાની તકો ગણાવી.

વરિષ્ઠ માર્કેટ એક્સપર્ટ સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે US-ઈરાન વચ્ચેનો તણાવ ઓછો થાય એવું નથી લાગી રહ્યું. ક્રૂડના ઉછાળા બાદ ભારતના GDPને લઈને પણ ચિંતા છે. આ વખતે યુદ્ધની સાથે બોન્ડ યીલ્ડની પણ ચિંતા છે. આ વખતે યુદ્ધની સાથે બોન્ડ યીલ્ડની પણ ચિંતા છે. ફેડ વ્યાજદર વધારે તો RBIએ પણ વ્યાજદર વધારવા પડશે.

સુનિલ સુબ્રમણ્યમના મતે ક્રૂડને લઈને રૂપિયા પર પણ અસર આવતી જોવા મળી. FIIsનું લાર્જકેપમાં રોકાણ તરફનું વલણ છે. આપણા વેલ્યુએશન ઘણા વધારે છે જે FIIsના માટે નેગેટિવ છે. FIIs માટે બીજા ગ્લોબલ માર્કેટમાં રોકાણ કરવું વધારે આકર્ષક છે. IPO માં નિવેશ કરવું વધારે હિતાવહ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો