હેમાંગ જાનીનું કહેવુ છે કે મિડકેપ-સ્મોલકેપમાં આવેલો ઘટાડો યોગ્ય છે. અત્યારે વૈશ્વિક અને આર્થિક સંકેતોથી કોઈ ચિંતા નથી. જ્યાં તેજી આવી ગઈ છે ત્યાં ફરી તેજી આવે એવું નથી લાગતું. બજાર થોડું સ્થિર થાય ત્યાર બાદ ફરી તેજી જોવા મળશે. વેલ્યુએશનની દૃષ્ટીએ અત્યારે લાર્જકેપ આકર્ષક લાગે છે.