Demat account openings: દેશમાં ડીમેટ (ડીમેટેરિયલાઈઝ્ડ) અકાઉંટ ખુલવાના દર ડિસેમ્બર 2020 ની બાદથી સૌથી નિચલા સ્તર પર આવી ગયા છે. એપ્રિલમાં દેશમાં ફક્ત 16 લાખ ખાતા ખોલવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2022 અને 2023 માં પ્રતિ મહીને સરેરાશ 29 લાખ અને 20 લાખ ડીમેટ (Dematerialised Account) અકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. એનાલિસ્ટ્સનું કહેવુ છે કે છેલ્લા 18 મહીનામાં બજારમાં ભારી વોલેટિલિટી રહી છે. બજારમાં સારી પ્રાઈઝિંગ વાળા આઈપીઓ પણ નથી આવ્યા. તેના સિવાય રોકાણકારોને ઈક્વિટીમાં (ખાસકરીને મિડ અને સ્મૉલકેપ) માં સારૂ રિટર્ન પણ નથી મળ્યુ. તેના કારણેથી રોકાણકારો બજારને લઈને બેરૂખી દેખાડી રહ્યા છે.