વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) એ કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામોની આશંકા અને લોકલ સ્ટોક્સના ઊંચા વેલ્યૂએશનના કારણે આ મહિનાના પ્રથમ ત્રણ ટ્રેડિંગ સેશનમાં ભારતીય સ્ટોક માર્કેટમાંથી રુપિયા 4,285 કરોડ પાછા ખેંચ્યા છે. આ માહિતી ડિપોઝિટરી ડેટામાંથી મેળવવામાં આવી છે. અગાઉ, ડિસેમ્બરના સમગ્ર મહિનામાં, FPIએ શેર્સમાં રુપિયા 15,446 કરોડનું રોકાણ કર્યું હતું. ગ્લોબલ અને લોકલ પડકારો વચ્ચે FPIsની ધારણામાં પરિવર્તન આવ્યું છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, “જ્યાં સુધી ડૉલર મજબૂત રહેશે અને યુએસ બોન્ડ યીલ્ડ આકર્ષક રહેશે ત્યાં સુધી FPIનું વેચાણ ચાલુ રહેવાની શક્યતા છે. ડૉલર ઇન્ડેક્સ હાલમાં 109 ની આસપાસ છે અને 10-વર્ષના બોન્ડ્સ પર યીલ્ડ 4.5 ટકાથી વધુ છે. જેના કારણે FPI પાછી ખેંચી રહ્યા છે.

