FIIs Buying: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ એપ્રિલ મહિનાના બીજા પખવાડામાં ભારતીય શેરબજારમાં જોરદાર રસ દાખવ્યો અને 38,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું. આ રોકાણમાંથી 60 ટકા રકમ એટલે કે 22,910 કરોડ રૂપિયા ફક્ત ફાઈનાન્શિયલ સેક્ટરના શેરોની ખરીદીમાં લગાવવામાં આવી, જે એક રેકોર્ડબ્રેક આંકડો છે.