Get App

FinoLex Cabelsનો શેર 3 વર્ષમાં 254 ટકા વધ્યો, આવક 3 વર્ષમાં 500 કરોડ થવાનો લક્ષ્યાંક

Multibagger Stock: ફિનોલેક્સ કેબલ્સે 1 જાન્યુઆરી, 1999માં 21ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદથી અત્યારસુધીમાં 4800 ટકા રિટર્ન આપ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 16, 2023 પર 7:27 PM
FinoLex Cabelsનો શેર 3 વર્ષમાં 254 ટકા વધ્યો, આવક 3 વર્ષમાં 500 કરોડ થવાનો લક્ષ્યાંકFinoLex Cabelsનો શેર 3 વર્ષમાં 254 ટકા વધ્યો, આવક 3 વર્ષમાં 500 કરોડ થવાનો લક્ષ્યાંક

ફિનોલેક્સ કેબલ્સે મજબૂત ત્રિમાસિક પરિણામો જાહેર કરતાં શેરમાં તેજી જોવા મળી રહી છે. આજે બીએસઈ ખાતે ફિનોલેક્સ કેબલ્સનો શેર 1.07 ટકા વધારા સાથે 1026.95 પર બંધ થયો છે. તાજેતરમાં 10 ઓગસ્ટે જ કંપનીનો શેર 1140ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો.

ફિનોલેક્સ કેબલ્સની જૂન ત્રિમાસિકમાં આવક 19 ટકા વધી રૂ. 1204.3 કરોડ થઈ હતી.

જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 1015.7 કરોડ હતી. ચોખ્ખો નફો ગતવર્ષે રૂ. 119.6 કરોડ સામે 34 ટકા વધી રૂ. 160.4 કરોડ નોંધાયો હતો.

છેલ્લા 1 મહિનામાં ફિનોલેક્સ કેબલ્સ લિમિટેડના શેરે રોકાણકારોને 20 ટકા અને છેલ્લા 6 મહિનામાં તેણે લગભગ 55 ટકા રિટર્ન આપીને માલમાલ કર્યા છે. છેલ્લા છેલ્લા 1 વર્ષમાં, ફિનોલેક્સ કેબલ્સ લિમિટેડે રોકાણકારોની મૂડી બમણી કરી છે અને તેનો હિસ્સો ₹458ના સ્તરેથી ₹580 વધ્યો છે અને તે ₹1040ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો