Get App

શેરબજારમાં વિદેશી રોકાણકારોનો મોહભંગ, સપ્ટેમ્બરમાં 13138 કરોડ પાછા ખેંચ્યા, જાણો આ મસમોટા કડાકાનું કારણ

ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારો સતત પૈસા પાછા ખેંચી રહ્યા છે. સપ્ટેમ્બરના પહેલા 15 દિવસમાં જ 13138 કરોડ રૂપિયાનું ફંડ પાછું ખેંચાયું. જાણો બજાર તૂટવાના મુખ્ય કારણો.

MoneyControl Newsઅપડેટેડ Sep 13, 2026 પર 12:24 PM
શેરબજારમાં વિદેશી રોકાણકારોનો મોહભંગ, સપ્ટેમ્બરમાં 13138 કરોડ પાછા ખેંચ્યા, જાણો આ મસમોટા કડાકાનું કારણશેરબજારમાં વિદેશી રોકાણકારોનો મોહભંગ, સપ્ટેમ્બરમાં 13138 કરોડ પાછા ખેંચ્યા, જાણો આ મસમોટા કડાકાનું કારણ
NSDL અને CDSLના લેટેસ્ટ આંકડા મુજબ, સપ્ટેમ્બરના આ આંકડાઓ સાથે વર્ષ 2026 માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો 2.37 લાખ કરોડ રૂપિયા ભારતીય બજારમાંથી કાઢી ચૂક્યા છે.

FPI's Selling in September: ભારતીય શેરબજારમાં અત્યારે વિદેશી રોકાણકારોનો ભરોસો ઘટી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનાના પહેલા બે અઠવાડિયામાં જ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરોમાંથી 13138 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ગ્લોબલ માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી રહી છે.

વર્ષ 2026 માં વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી

NSDL અને CDSLના લેટેસ્ટ આંકડા મુજબ, સપ્ટેમ્બરના આ આંકડાઓ સાથે વર્ષ 2026 માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો 2.37 લાખ કરોડ રૂપિયા ભારતીય બજારમાંથી કાઢી ચૂક્યા છે. અગાઉ વર્ષ 2025 માં પણ તેમણે 1.66 લાખ કરોડ રૂપિયાનું મોટું વેચાણ કર્યું હતું. જોકે, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં FPI એ ખરીદી કરી હતી અને અનુક્રમે 20200 કરોડ તથા 29630 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ તે પહેલા માર્ચથી જૂન સુધી સતત 4 મહિના સુધી બજારમાં વેકવાલીનું જ દબાણ જોવા મળ્યું હતું.

વિદેશી રોકાણકારો કેમ ખેંચી રહ્યા છે પૈસા?

શેરબજારના નિષ્ણાતોના મતે આ મોટા વેચાણ પાછળ દેશના કોઈ આંતરિક કારણો નહીં, પરંતુ વૈશ્વિક પરિબળો વધુ જવાબદાર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભયંકર ઉછાળો

અમેરિકન બોન્ડ યીલ્ડમાં સતત થઈ રહેલો વધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો