Get App

મેગીમાં જીવાત મળતા FSSAI ની લાલ આંખ, Nestle Indiaનો શેર 3% તૂટ્યો, Flipkart અને KFCને પણ ફટકારી નોટિસ

મેગીમાં જીવાત મળવાની ફરિયાદ બાદ FSSAI એ નેસ્લે ઈન્ડિયાને કડક નોટિસ ફટકારતા કંપનીનો શેર 3% તૂટ્યો છે. સાથે જ સાફ-સફાઈ મામલે Flipkart અને KFC ને પણ નોટિસ અપાઈ છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 12, 2026 પર 4:08 PM
મેગીમાં જીવાત મળતા FSSAI ની લાલ આંખ, Nestle Indiaનો શેર 3% તૂટ્યો, Flipkart અને KFCને પણ ફટકારી નોટિસમેગીમાં જીવાત મળતા FSSAI ની લાલ આંખ, Nestle Indiaનો શેર 3% તૂટ્યો, Flipkart અને KFCને પણ ફટકારી નોટિસ
માત્ર નેસ્લે જ નહીં, પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ ઇન્ડિયા અને ઓપન સિક્રેટને પણ FSSAI દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

Nestle India Share Price : જો તમને પણ મેગી ખાવાનો શોખ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે. મેગીના પેકેટમાંથી જીવાત નીકળવાની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ફરિયાદ બાદ ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ આકરી કાર્યવાહી કરી છે. આ સમાચાર માર્કેટમાં આવતાની સાથે જ શેર બજારમાં નેસ્લે ઇન્ડિયાના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો છે.

નેસ્લેના શેરમાં ભારે ધોવાણ

મેગી બનાવતી કંપની નેસ્લે ઇન્ડિયાને FSSAIની નોટિસ મળતા જ શુક્રવારે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. બપોરે 2.45 વાગ્યાની આસપાસ કંપનીનો શેર 43.40 રૂપિયા (લગભગ 3.05 ટકા) ના ભારે ઘટાડા સાથે 1378 રૂપિયાની સપાટીએ કારોબાર કરી રહ્યો હતો. શેરમાં સતત વેચવાલી જોવા મળી રહી છે.

FSSAI એ નોટિસમાં નેસ્લે પાસે શું માંગ્યું?

ફૂડ સેફ્ટી વિભાગે નેસ્લે કંપની પાસે તાત્કાલિક ધોરણે નીચે મુજબના ખુલાસા માંગ્યા છે.

ખામીયુક્ત મેગીના બેચ અને તેના સપ્લાયરની સંપૂર્ણ માહિતી

કંપનીના ઇન્ટરનલ ક્વોલિટી ચેકનો રિપોર્ટ

બધા સમાચાર

+ વધુુ વાંચો