Global Market: ગ્લોબલ સંકેતો આજે ખરાબ દેખાય રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી પોણા 200 પોઈન્ટ્સ નીચે કારોબાર કરી રહ્યો છે. અમેરિકામાં 10 વર્ષની બૉન્ડ યીલ્ડમાં ઉછાળાથી સેન્ટિમેન્ટ ખરાબ થયા, 2007 બાદ સૌથી ઉપલા સ્તરે યીલ્ડ પહોંચી, અમેરિકાના બજારોમાં પણ મોટી વેચવાલી જોવા મળી. ડાઓ 350 પોઈન્ટ્સ તૂટ્યો, નાસ્ડેકમાં પણ 1 ટકાનો ઘટાડો, એશિયામાં જાપાન ઉપર કારોબાર કરતો દેખાયો. આજે કોરિયાના બજાર બંધ છે.

