Global Market: ગ્લોબલ માર્કેટ (Global Market)માં હાલ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકન શેરબજાર વોલ સ્ટ્રીટ (Wall Street) પર દબાણ સતત વધી રહ્યું છે. શુક્રવારના સેશનમાં US ઈન્ડેક્સમાં મોટો ઘટાડો નોંધાયો છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધ અને અમેરિકામાં રોજગારીના આંકડામાં અચાનક થયેલા ઘટાડાએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. આ જ કારણ છે કે સ્ટોક માર્કેટમાં ઓક્ટોબર મહિના પછીનું સૌથી ખરાબ વીકલી સેલ-ઓફ (સાપ્તાહિક ધોવાણ) જોવા મળ્યું છે.

