Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIs ની 2500 કરોડથી વધુની વેચવાલી જોવા મળી. GIFT NIFTYમાં મામુલી દબાણ સાથે કારોબાર થઈ રહ્યો છે. એશિયાના બજારોમાં પણ તેજી સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. ત્યાંજ ટ્રેડ ડીલના તણાવ અને ભૌગોલિક રિસ્ક ઘટવાથી ગઈકાલે USના માર્કેટમાં બીજા દિવસે સારી તેજી રહી, નાસ્ડેક સૌથી વધારે આશરે 1 ટકા વધ્યો.

