Get App

Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયામાં મિશ્ર કામકાજ, GIFT NIFTY ફ્લેટ

Global Market: સતત બીજા દિવસે US માર્કેટ્સમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા, જ્યાં S&P 500 સત્રના ઉચ્ચત્તમ સ્તરોની નજીક બંધ થયો, તો નાસ્ડેક લગભગ 1.50% વધ્યો. ત્રિમાસિક પરિણામ પહેલા નિવિડિયાના શેરમાં તેજીના કારણે નાસ્ડેકને સપોર્ટ મળ્યો

MoneyControl Newsઅપડેટેડ Aug 22, 2023 પર 8:17 AM
Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયામાં મિશ્ર કામકાજ, GIFT NIFTY ફ્લેટGlobal Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયામાં મિશ્ર કામકાજ, GIFT NIFTY ફ્લેટ
Global Market: એશિયામાં મિશ્ર કામકાજ દેખાય રહ્યુ છે. GIFT NIFTY માં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે.

Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. એશિયામાં મિશ્ર કામકાજ દેખાય રહ્યુ છે. GIFT NIFTY માં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે. ગઈકાલે નાસ્ડેકમાં દોઢ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો. જોકે ડાઓમાં રહી મામુલી નરમાશ.

સતત બીજા દિવસે US માર્કેટ્સમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા, જ્યાં S&P 500 સત્રના ઉચ્ચત્તમ સ્તરોની નજીક બંધ થયો, તો નાસ્ડેક લગભગ 1.50% વધ્યો. ત્રિમાસિક પરિણામ પહેલા નિવિડિયાના શેરમાં તેજીના કારણે નાસ્ડેકને સપોર્ટ મળ્યો, આ સાથેજ બોન્ડ યીલ્ડમાં તેજી યથાવત્ છે, પણ ડાઓમાં 0.11%નું મામુલી દબાણ જોવા મળ્યું, ઉલ્લેખનિય છે કે અમેરિકામાં દર વધવાની આશંકા, ફેડનું કડક વલણ, ઘટતી સેવિંગ્સ અને ચાઈનાના નબળા અર્થવ્યવસ્થાના કારણે બજાર પર દબાણ બની રહ્યું છે.

આ વચ્ચે આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 0.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.66 ટકાના વધારાની સાથે 31,776.06 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.20 ટકાનો ઘટાડો દેખાય રહ્યો છે. તાઈવાનના બજાર 0.42 ટકા વધીને 16,450.19 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.59 ટકાના વધારાની સાથે 17,727.53 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.41 ટકાની તેજી સાથે 2,519.20 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 8.50 અંક એટલે કે 0.27 ટકા ઉછાળાની સાથે 3,102.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો